ટંકારા:ભૂતકોટડા ગામે શિક્ષકોએ શિવ સ્તુતિ સ્વકંઠે ગાઈ ને ભૂલકાઓને ધર્મ નો મર્મ સમજાવ્યો 

Advertisement
Advertisement
પવિત્ર શ્રાવણ માસ અંતગર્ત શિક્ષણના જ્ઞાન સાથે ધર્મ પ્રત્યે જાગૃત રાખવા બાળકો ને ધાર્મિક મુલ્યો નુ મહાત્મ્ય સમજાવ્યુ.
ટંકારા ના નાનકડા ભૂતકોટડા ગામે આવેલી પ્રાથમિક શાળા ના શિક્ષિકોએ હાલ ચાલી રહેલા હિન્દુ ધર્મ ના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળામા ભણતા ભૂલકાઓ અભ્યાસ સાથે ધર્મ મુલ્યોનુ પણ શિક્ષણ સાથે જ્ઞાન મેળવી ધર્મ નો મર્મ સમજી શકે એવા સરાહનીય ઉદ્દેશ થી જ્ઞાન સાથે પ્રાચીન સંસ્કૃતિ ના ધાર્મિક સંસ્કારોનુ સિંચન કરાવવા માટે સરસ્વતી મંદિર ગણાતી શાળામા ભણતા ભણતા શિવ સ્તુતિ સાથે બાળકો ને શિવ વેશભૂષા મા સજ્જ કરી એકાંકી નાટક ભજવી શિવ ચરિત્ર નુ જ્ઞાન પિરસ્યુ હતુ.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા નાનકડા ભૂતકોટડા ગામે ગામડાના પાદરમા આવેલી પ્રાથમિક શાળા મા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તમામ શિક્ષકોએ હાલમા ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વર્તમાન શિક્ષણના ફાસ્ટ યુગમા કેળવણી મહત્વની હોવા સાથે ભૂલકાઓ ધર્મ નુ મહત્વ સમજતા થાય અને પ્રાચીન શાસ્ત્રો સંસ્કૃતિ અને ધર્મ નો મર્મ સમજી શકે એ હેતુથી અભ્યાસ સાથે શિવ સ્તુતિ, શિવ ગાથા ગાતા પુસ્તક ના જ્ઞાન સંસ્કાર સાથે ધર્મ ના મુલ્યોનુ પણ ભૂલકોઓમા સિંચન કરાવવા અભ્યાસ સમય પૂર્વે શાળા મા કરાતી સમુહ પ્રાર્થના કરવાના સમયે શિવ સ્તુતિ અને શિવ ગાથા નુ ગાન કરાવાયુ હતુ. આ વખતે ભૂલકાઓ એ ભગવાન ભોળાનાથની વેશભૂષા ભજવી હતી. જ્યારે શિક્ષકોએ સ્તુતિ લય મા ગવડાવી વિધાર્થીઓને ધર્મ નો મર્મ સમજાવ્યો હતો. વર્તમાન સમયે ડીજીટલ યુગમા બાળકો પશ્ર્ચિમી સંસ્કૃતિ ના પ્રવાહ મા ખેંચાઈ અને માત્ર પુસ્તક ના કીડા બની રહેવાના બદલે સામાજીક અને ધર્મ ના સંસ્કારો મા પારંગત થઈ રાષ્ટ્ર ની સંસ્કૃતિ જાળવીને ધાર્મિક મૂલ્યોનુ સિંચન કરવા સરાહનીય પ્રયાસ કરવા મુદ્દે શિક્ષિકા ગીતાબેન સાંચલાએ જણાવ્યુ હતુ કે, વર્તમાન સમય ને કેન્દ્ર મા રાખી શિક્ષણ સાથે ધાર્મિક મૂલ્યો નુ જ્ઞાન આપવું એ એક શિક્ષક તરીકે પહેલી ફરજ છે.