ટંકારા: બ્રહ્મસમાજ ના ઉપપ્રમુખ ના પત્ની વૈકુંઠધામ સિધાવ્યા.

Advertisement
Advertisement

ટંકારા…. દુઃખદ સમાચાર

ટંકારા બ્રહ્મસમાજ સંસ્થાના ઉપપ્રમુખ રમેશભાઈ કેશવજીભાઈ ત્રિવેદી (ટંકારા હવેલી ના મુખ્યાજી) ના ધર્મ પત્ની અરૂણાબેન ત્રિવેદી (ઉ.વ.૬૯) તે ડીમ્પલબેન હિતેશ દવે અને પરેશભાઈ ત્રિવેદી (R.k.પાનવાળા) ના માતા તેમજ ડો.પ્રતિક ત્રિવેદી (જુનાગઢ) ના ભાભુ તથા વાંકાનેરવાળા સ્વ. લાભશંકર મણીશંકર દવે ના દિકરી અને રિધ્ધિ ના દાદીમા તા.૬ ને મંગળવારે વૈકુંઠ ધામે વિહાર કરી ચુક્યા છે. બંને પક્ષનુ બેસણુ તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમિયાન લોહાણા મહાજન વાડી, દેરીનાકા રોડ,ટંકારા ખાતે રાખેલ છે. સ્વ. અરૂણાબેન બ્રહ્મસમાજ સંસ્થાના મોભી અમૃતલાલ ત્રિવેદી ના સાળી અને ઉષાબેન ત્રિવેદી ના નાના થાય છે. સ્વ. અરૂણાબેન ના જવાથી બ્રહ્મસમાજ ટંકારા એ દુઃખ ની લાગણી અનુભવી હતી. રમેશભાઈ ત્રિવેદીના પરીવાર પર ઓચિંતા આવી પડેલ દુઃખદ ઘડી મા બ્રહ્મસમાજ ના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી ઉપરાંત, સંસ્થા ના મોભી શશીભાઈ આચાર્ય, કનુભાઈ જાની, કાનાભાઈ ત્રિવેદી, શાંતિલાલ ત્રિવેદી, કિશોરભાઈ પંડ્યા, જયેશભાઈ જોષી, સુકેતુ રાવલ સહિતનાઓએ શાંત્વના પાઠવી હતી.