સ્પા માં મસાજ ના નામે શરીર સુખ આપતા અમુક સ્પા સંચાલકો એ મોરબી શહેરમાં શહેરના ખૂણે ખૂણે સ્પા ખોલી ને બેસી ગયા છે જાહેરમાં મસાજ સ્પા ના નામે બોર્ડ લગાવી અંદર કાંઈક અલગ જ જોવા મળતું હોય છે ત્યારે યુવાનો આવા લોકો ના સકંજામાં સહેલાઇ થી ફસાઈ જાય છે …તાજેતરમાં એક સ્પા ની યુવતી એ એક યુવાન ને પ્રેમજાળ માં ફસાવી આપઘાત કરવા મજબુર કર્યો હતો ત્યારે ફરીએકવાર હાઇવે પરથી સ્પા ની આડમાં સેક્સ રેકેટ ઝડપાયું છે
મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટની ટીમ દ્વારા મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર મેલડી માતાજીના મંદિર પાછળ આવેલ શિવાલીક કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ “ઓરેકલ સ્પા અને સલુન”માં રેઇડ કરવામાં આવી હતી અને સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી લીધુ હતું. તેમજ આરોપી વિજયભાઈ ડાહ્યાભાઈ પારધી (ઉ.વ.૩૩) રહે. પીપળી તા. મોરબીવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા “ઓરેકલ સ્પા અને સલુન”મા નિતીનભાઇ વસંતભાઈ સોલંકી (ઉ.વ.૩૨) રહે. લાલપર ગેટની બાજુમાં તા. મોરબીવાળાને સંચાલક તરીકે રાખી ગેરકાયદેસર દેહવ્યાપારના લાયસન્સ વગર બહારથી સ્ત્રીઓ બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટેના સાધન/ સગવડ પુરા પાડી કુટણખાનું ચલાવતા હોય તે દરમિયાન રેઇડ પાડી રોકડ રકમ રૂ. ૫૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૪ કિં રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૨૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે