
ટંકારાના ગણેશપર ગામની સીમમા આવેલા તળાવમા ડુબી જતા પરપ્રાંતિય ખેતમજુર યુવાનનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા સરાયા ગામ ના ખેડુત પ્રવીણભાઈ પટેલને ત્યા ખેતમજુરી કામ કરતા અને ત્યા જ સીમમા આવેલ ખેતરે રહેતા મહેશભાઈ રૂપસિંગ મોહનીયા (ઉ.૨૪) નામનો પરપ્રાંતિય શ્રમિક યુવાન નજીક મા આવેલા ગણેશપર ગામની સીમમા આવેલ તળાવમા પડી જવાથી પાણી મા ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી હતી.