મોરબી તાલુકામાં પોલીસમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી ગુનો કર્યા અંગેના ગુન્હાની ફરીયાદના આધારે મોરબી સીટી તાલુકા પોલીસે ભારતીયદંડ સંહિતાની કલમ– ૩૬૩,૩૬૬,૩૭૬(૨) એન, તથા પોકસો એકટની કલમ– ૫(એલ),૬,૧૮ મુજબ આરોપી શકિતભાઈ હસમુખભાઈ ચોવસીયાના ઓની ધરપકડ કરેલ હતી.
જેમા આરોપી શક્તિભાઈ હસમુખભાઈ ચોવસીયાએ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ ને ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, ૨વી ચાવડા, ક્રિષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા.