
ટંકારામા ખનખનીયા ની બબાલમા ડખ્ખો થતા મોરબીના બે સગા ભાઈઓએ એક સંપ કરી ટંકારાના યુવાન પર ઉઘરાણી મામલે માથાકુટ કરી છરી અને ધોકા વડે હુમલો કરતા ભોગ બનનારે પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
ટંકારાના ખીજડીયા ચોકડી પાસે રહેતા રફીકભાઈ આદમભાઈ માડકીયાએ ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેઓએ મોરબીના શાહરૂખ આરીફભાઈ પરમાર પાસેથી રૂપિયા ૫૦ હજાર હાથ ઉછીના લીધા હતા. તે નાણા ની ઉઘરાણી કરવા શાહરૂખ ટંકારા આવી ફરીયાદી પાસે ૫૦ હજાર આપવા જણાવતા ફરીયાદી રફીકે શાહરૂખ ના મોટાભાઈની ગાડીના લોન પેટે ના ત્રણ હપ્તાના રૂપિયા ૪૬,૫૦૦/- ભરેલ હોય તેથી તમારા ભાઈ પાસે થી નાણા લઈ લેવાનુ કહેતા શાહરૂખ અને તેના ભાઈ ઈરફાનને સારૂ લાગ્યુ નહોતુ અને પોતાની ઉઘરાણી મુદ્દે બબાલ કરી પોતાના પર બંને ભાઈઓ એ ધોકા અને છરી વડે હુમલો કરી માર માર્યો હતો.અને જતા જતા બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.