ભાજપના રાજ મા બહેનો દિકરીઓ સલામત ન હોવાનો ગામડાના લોકોનો ધારાસભ્ય સમક્ષ બળાપો
ટંકારા પોલીસની નિષ્ઠા ઉપર શંકા વ્યક્ત કરી ગુનેગારો ને પકડવાની કામગીરી કરવામાં વરવી ભૂમિકા ભજવતી હોવાના ગામડાની મહિલાઓના જાહેરમા આક્ષેપ કર્યા હતા.


ટંકારા તાલુકાના ઓટાળા ગામે થી ભાજપ નો યુવા અગ્રણી ગામડાની યુવતીને ભગાડી જતા ગામડાના ૫૦૦ થી વધુ લોકો આક્રોશ સાથે ભાજપના ટંકારાના ધારાસભ્ય ના કાર્યાલયે પહોંચી ભાજપના રાજ મા બહેનો દિકરીઓ સલામત ન હોવાનો બળાપો કાઢી પોતાની દિકરી ને શોધી આપવા રોષ પૂર્ણ રજુઆત કરી કાર્યાલય મા ધામા નાંખ્યા હતા. ગામડેથી આવેલી મહિલાઓએ ત્રણ દિવસ થી પોલીસ ફરીયાદ લેતી ન હોવાનો બળાપો કાઢી પોલીસની નિષ્ઠા પર શંકા વ્યક્ત કરી ખાખી ગુન્હેગારો ને છાવરી ફરીયાદ કરનાર સજન પરીવાર ને ખોટી રીતે હેરાન કરી પોલીસની કામગીરી પર જાહેરમા કાદવ ઉછાળ્યા હતા.

હજુ આટકોટ મા ભાજપના અગ્રણી કાર્યકરોએ હોસ્ટેલમાં યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના ની શાહી તાજી છે ત્યા જ ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા ઓટાળા ગામેથી મોરબી જીલ્લા ભાજપનો યુવા મોરચાનો ઉપપ્રમુખ અને વાંકાનેર નો ભાજપ પક્ષનો પ્રભારી ગામડાની યુવતીને ઉઠાવી ગયાની ઘટના જાહેર થતા ભાજપ પક્ષ ની આબરૂ ને બટો લાગ્યો છે. જેમા, ઓટાળા ના પરીવાર ની યુવતીના ઉંબરે પહોંચેલી યુવતીને ગામનો સ્થાનિક બેચર ઘોડાસરા નામનો શખ્સ ઉઠાવી ગયો હોવાની કાગારોળ સાથે ગામડાના ૫૦૦ થી વધુ સ્ત્રી પુરૂષો ટોળા યુવતીના પરીવાર સાથે મંગળવારે સવારે ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના મોરબી ખાતે આવેલા કાર્યાલયે પહોંચી હલ્લાબોલ ભર્યા આક્રોશ સાથે ઉગ્ર રજુઆત કરવા પહોંચ્યા હતા. અહીંયા તેઓએ ધારાસભ્ય સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યુ હતુ કે, પોતાના ગામડાની દિકરીને ગામડાનો સ્થાનિક બેચર ઘોડાસરા યુવતીને લલચાવી ફોસલાવી ત્રણ દિવસ થી પટાવી ઉઠાવી ગયો છે. આ મુદ્દે ટંકારા પોલીસમા ત્રણ દિવસથી ધક્કા ખાવા છતા ટંકારા પોલીસ એફઆઈઆર નોંધતી નથી માત્ર અરજી લઈ તપાસ ચાલુ હોવાની કેસેટ વગાડી તપાસ કરવાના બદલે ઉલટાના ફરીયાદી પરીવાર ને ઉટપટાંગ ઉઠા ભણાવી હેરાન કરે છે. ધારાસભ્ય કાર્યાલયે રજુઆત કરવા પહોંચેલી મહિલાઓ જાહેરમા પોલીસ ગુનેગાર ને છાવરી સજન લોકો ને રંજાડી રહ્યા ના આક્ષેપ સાથે પોલીસ ની નિષ્ઠા પર શંકા વ્યક્ત કરી કામગીરી પર જાહેરમા કાદવ ઉછાળ્યા હતા. અને જયા સુધી યુવતી પરત ન આવે ત્યા સુધી હટવાના ન હોવાની જીદ પકડી અડીંગો જમાવ્યો હતો.
–++++——-++++++++++++++++++——-+++++++——
યુવતીને ઉપાડી જનારો યુવા ભાજપ નો અગ્રણી
————————–+++++++++++———————————
જાણવા મળ્યા પ્રમાણે ગામડાની યુવતીને ઉઠાવી જનાર ગામડાનો સ્થાનિક શખ્સ બેચર ઘોડાસરા મોરબી જીલ્લા યુવા ભાજપ નો ઉપપ્રમુખ હોવાનુ અને ભાજપે તેને વાંકાનેર તાલુકા ભાજપના પ્રભારી તરીકે વધારાની જવાબદારી સોંપી નિમણુંક આપી હતી. ગામડાના લોકોએ ધારાસભ્ય કાર્યાલયે જાહેરમા હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, ભાજપના રાજ મા ભાજપના કાર્યકરો થી બહેનો દિકરીઓ સલામત નથી. જોકે, રજુઆત કરનારાઓએ ધારાસભ્ય સમક્ષ પોલીસની વરવી ભૂમિકા અંગે અને ભાજપના બની બેઠેલા આગેવાનને પક્ષમાંથી હાંકી કાઢવા ભારે ઉકળાટ ઠાલવ્યો હતો. લોક રોષ પારખી ધારાસભ્ય દેથરીયાએ જીલ્લા ભાજપ સંગઠનને બેચર ને સસ્પેન્ડ કરવા ભલામણ કરી પોલીસ ના ઉચ્ચ અમલદારોને ગમે ત્યાંથી શોધીને કડક પગલાં લેવા સુચના આપી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો.