માળીયા મીયાણા પોલીસે માળિયા મીયાણાના ભાવપર ગામે બે અલગ અલગ દરોડામાં છ પતા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે ભાવપર ગામે જુગારના બે દરોડા પાડયા હતા જેમાં પ્રથમ દરોડામાં દશામાંના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) અરજણ કરશનભાઇ રીણીયા (૨) શૈલેષભાઇ મનહરભાઇ ફુલતરીયા અને(૩) ફીરોજભાઇ અસમાલભાઇ સુમરાને રોકડા રૂપિયા ૪૫૫૦ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે બીજા દરોડામાં ભાવપર ગામના સ્મશાન નજીકથી આરોપી (૧) અનિલભાઇ વેરશીભાઇ કારૂ (૨) જયદીપસિંહ ઉર્ફે ભુરો રણજીતસિંહ જાડેજા અને (૩) ખેંગારભાઇ મોહનભાઇ રીણીયાને પોલીસે રોકડા રૂપિયા ૪૭૩૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.