માટેલ ગામની સીમમાં આવેલ કારખાનામાં ગળેફાંસો ખાઈ લેતા 26 વર્ષ યુવાનનું મોત

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં સિરામિક ફેક્ટરીમાં કામ કરતા 26 વર્ષીય યુવાને તેની પત્ની સાથે વતનમાં જવા મામલે મન દુઃખ થતા લાગી આવતા ગળેફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનસાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવાન વિરાનકુમાર ઉર્ફે વિરુ લાલભાઈ કોલ ઉ.26નામના યુવાનને તેની પત્ની સાથે વતનમાં જવા મામલે મનદુઃખ થતા લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.