ટંકારા: ગજડી માથી શ્રમિક પરીવાર ની દસ વર્ષની માસુમ બાળકી નુ અપહરણ..

Advertisement
Advertisement

વતનથી જોજનો દુર પેટીયુ રળવા આવેલા ખેતમજુર પરીવાર ની વહાલસોયી દોઢ મહીના થી ગુમ થઈ છે, ક્યાંય ભાળ ન મળતા અંતે, પોલીસના દરબાર મા ગરીબ પિતા એ ફરીયાદ નોંધાવી મદદ માટે ખોળો પાથર્યો

 

ટંકારાના ગજડી ગામે ખેત મજુરી કામ કરી પેટીયુ રળવા વતનથી દુર આવેલા શ્રમિક પરીવારની દસ વર્ષની માસુમ બાળકી ગામડેથી ગુમ થતા પરીવારે વ્યાકુળ થઈ ઘરમેળે શોધખોળ હાથ ધરી હતી. તેમ છતા ન મળતા અંતે, માસુમ બાળકીના અપહરણ થયાની રાવ બાળકીના લાચાર મજુર પિતા એ ટંકારા પોલીસ મા નોંધાવતા પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.

 

બનાવની જાણવા મળેલી વિગત મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામના દેવદાન રવાભાઈ ડાંગર નામના ખેડુત ને ત્યા ખેત મજુરી કામ કરી પેટીયુ રળવા વતનથી જોજનો દુર આવેલા કરતા મૂળ મહીસાગર જીલ્લાના ડોળી ગામ ના રાયસીંગ ધીરાભાઈ સીસોદીયા ની દસ વર્ષની માસુમ બાળકી ગત ૧૦ મી જુને સીમમા ખેતરમા આવેલા તેના ઘરે થી અચાનક ગુમ થતા પરીવાર ના સભ્યો આકુળ વ્યાકુળ થઈ ઘરમેળે શોધખોળ આદરી હતી. સઘન શોધખોળ કરવા છતા પોતાની વહાલસોયી કુમળા ફુલ જેવી માસુમ બાળકી નો ક્યાંય થી પતો ન મળતા બાળકીના લાચાર મજબુર ખેતમજુર પિતા એ અંતે હતાશ થઈ ટંકારા પોલીસ મથકે પોતાની બાળકીના અપહરણની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણ ના બનાવની નોંધ લઈ ને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.