ટંકારા: અમરાપર મા બે જુથ વચ્ચે ચાલતા જુના ડખ્ખામા મંડળીની ચુંટણીએ તિખારા મા પેટ્રોલ છાંટ્યુ

Advertisement
Advertisement

બે જુથ વચ્ચે ઘણા સમયથી ચાલતા ખટરાગ મા પછડાટ ખાધેલી પેનલનો પક્ષપાત થયા નો આક્ષેપ, માનીતા ને ચુંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા નો ખુલ્લો આરોપ મુકી લવાદ કોર્ટમા સમગ્ર મામલો ઢસડી જવાની ‘ટીમ અસલમ’ ની કસરત..

ટંકારા તાલુકાના અમરાપર ગામે સહકારી મંડળી ની યોજાયેલી ચુંટણી મા પરીણામ જાહેર થયા બાદ હતાશ જુથે પરીણામ અંગે અસંતોષ વ્યક્ત કરી ચુંટણી અધિકારી એ પક્ષપાત કર્યા નો ખુલ્લો આરોપ લગાવી પરીણામ ને લવાદ કોર્ટમા પડકારવાની કવાયત હાથ ધરતા નાનકડા ગામડે ચુંટણી નો મુદ્દો ભારે ગરમાયો હતો. મંડળી ની ચુંટણી એ ગામડામા બે જુથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી શિત યુધ્ધ ચાલી આવતુ હતુ એમા પલિતો ચાંપ્યો હતો.
ટંકારા તાલુકાના અમરાપર ગામે આવેલી ખેડુતોની સહકારી મંડળી ના વર્તમાન હોદ્દેદારો ની મુદ્ત પૂર્ણ થતા નિયમ મુજબ અગાઉથી એજન્ડા પ્રસિધ્ધ કરી ગુરૂવારે ગામડાની સ્થાનિક મંડળી ખાતે ચુંટણી યોજાઈ હતી. જેમા, ગામડાના ઉસ્માન ગની આહમદ કડીવારના જુથે અને સામે અસલમ કડીવાર ના જુથે પોતાના સભાસદો સાથે ઉમેદવારી નોંધાવી હતી. સહકારી મંડળી મા ગામડાના ૪૧૮ સભાસદ ખેડુતો માથી ૪૦૬ ખેડુતો એ મતદાન કર્યુ હતુ. ચુંટણી પ્રક્રિયા પુર્ણ થતા હાથ ધરાયેલી મતગણતરી મા ઉસ્માન ગની ના ૧૦ અને અસલમ કડીવાર જુથના ૫ ઉમેદવારો ચુંટાયેલા જાહેર થતા જ હારેલ જુથે અસંતોષ વ્યક્ત કરી ચુંટણી અધિકારી તરીકે નિમાયેલા વાંકાનેર હાઇસ્કુલ ના નિવૃત્ત આચાર્ય યુ.એ. કડીવારે પક્ષપાત કર્યો હોવાનો ખુલ્લો આક્ષેપ કરી ફરીથી ચુંટણી યોજવા માંગણી કરી સંપન થયેલી ચુંટણીના પરીણામ ને લવાદ કોર્ટમા પડકારવાની કસરત અને ક્વાયત હાથ ધરતા નાનકડા ગામડે ચુંટણી મુદ્દે ભારે ચર્ચા જાગી છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
🔷 ચુંટણી અધિકારી તરીકે નિમાયેલા યુ.એ.કડીવારે જણાવ્યુ હતુ કે, પોતાને સોંપાયેલ ચુંટણી અંગે ની પ્રક્રિયા નિયમ મુજબ કરી છે. જેમા, સહકારી મંડળી ના નિયમ મુજબ ચાર વિભાગમાં ૧ બેઠક નાના સિમાંત ખેડુત,૧ બેઠક અનુ.સુ.જાતીની અનામત બેઠક,બે બેઠકો મહિલા ખેડુત અને ૧૧ બેઠક સામાન્ય વિભાગ મળી કુલ ૧૫ બેઠક ની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરીણામ ઈચ્છિત ન આવતા હારેલુ જુથ અસંતોષ વ્યક્ત કરે તે સ્વભાવિક છે. પક્ષપાત નો આક્ષેપ પાયાવિહોણો છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
⏩ સહકારી મંડળી ની ચુંટણીમાં પછડાટ ખાધેલ જુથ ના અસલમ કડીવારે ચુંટણી પ્રક્રિયા પર આક્ષેપ કરી જણાવ્યુ હતુ કે, વર્તમાન હોદ્દેદારો સહકારી મંડળી ની ચુંટણી ના ચુંટણી અધિકારી તરીકે કોઈ પણ ને નિમવાની સતા હોવાથી સતા નો પાવર વાપરી પોતાના તરફી વલણ રાખે એની નિમણુંક કરી શરૂઆત થી જ ચુંટણી જીતવા પેંતરો કરી લીધો હતો.અને પરીણામ પણ તેઓએ અપેક્ષિત મેળવી લીધુ હતુ. જોકે, ચુંટણી અધિકારી એ પરીણામ જાહેર કરવામાં ગેરરીતી કરી પોતાના આઠ સભ્યો ચુંટાયા હોવા છતા રીકાઉન્ટીગ કરી પાંચ ને વિજેતા જાહેર કરાયા હતા. પરીણામ પૂર્વે બેલેટ ચકાસણી મા પોતાના જુથના સભ્યો ને ગણતરી વખતે અંદર પ્રવેશવા દેવાયા નહોતા એ જ ગેરરીતી છતી કરે છે. જેને અમે બોર્ડ ઓફ નોમિનીઝ મા પડકારવાના છીએ.