મોરબી એલસીબી ટીમ હળવદ તાલુકાના માથક ગામે વાડીમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે ત્યારે એક નાસી છૂટતા તેને પકડી પાડવા માટે કાયદેસરથી કાર્યવાહી હાથ ધરી શકે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસબી ટીમને મળેલી બાતમીને આધારે માથક ગામની સગાપાટી તરીકે ઓળખાતી સીમમાં દરોડો પાડતા આરોપી વાડી માલિક જાલાભાઈ જાદુભાઈ સિણોજીયા વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો હોય એલસીબી ટીમે આરોપી (૧) જાલાભાઇ જાદુભાઇ સિણોજીયા રહે.રાયધ્રા (૨) સંદીપ ઉર્ફે હસો રામજીભાઇ સિણોજીયા રહે.રાયધ્રા (૩) ભીમાભાઇ રૂડાભાઇ સડાણીયા રહે.રાયધ્રા (૪) માંડણભાઇ ભોજાભાઇ સિણોજીયા રહે.રાયધ્રા (૫) અજીતભાઇ મેઘજીભાઇ સોઢા, રહે.નવા પીપળીયા અને (૬) ભરતભાઇ વસુભાઇ નંદેસરીયા, રહે. રાયધ્રા વાળાને રોકડા રૂપિયા ૩૭,૩૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જો કે આરોપી (૭) દીનેશભાઇ હીરાભાઇ નંદેસરીયા રહે.રાયધ્રા ગામ તા.હળવદ જી.મોરબી વાળો નાસી જતા એલસીબી ટીમે સાતેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.



