સિરામિક ફેક્ટરીમાં કામ કરતી વેળાએ વીજશોક લાગતા પુરુષનું મોત

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં સિરામિક ફેક્ટરીમાં કામ કરતા 40 વર્ષીય ઈશ્વરભાઈને વીજીશોક લાગતા મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ રેડ સ્ટોન સિરામિક ફેકટરીમાં લાલપર ગામના રહેવાસી ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામી ઉ.40 નામના યુવાનને વીજશોક લાગ્યા બાદ બેભાન બની જતા સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.