વીસીપરા ના રણછોડનગર વિસ્તારમાંથી 34 બોટલ દારૂ મળ્યો

Advertisement
Advertisement

મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વીસીપરા વિસ્તારમાં આવેલ રણછોડ નગરમાં રેઇડ કરી હતી ત્યારે ત્યાં આ કામના આરોપીના રહેણાંક મકાનમાંથી 34 બોટલ દારૂ મળી આવ્યો હતો પરંતુ આરોપી હાજર ન મળી આવતા તેને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વિશિપરા વિસ્તારમાં આવેલ રણછોડનગરમા આરોપી રફીક હૈદરભાઈ મોવરના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રૂપિયા 10,200ની કિંમતની વિદેશી દારૂની 34 બોટલ મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે રફીકને ફરાર જાહેર કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો