ટંકારા તાલુકાના ગજડી ગામે વાડીમાં ખેત મજૂરી કરતા મૂળ મહીસાગર જિલ્લાના રાયસીંગભાઇ સિસોદિયા ની 10 વર્ષ ની દીકરી નું અપહરણ થયું હોય ત્યારે આ બાબતે તેમને ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં ગજડી ગામે દેવદાનભાઈ રવાભાઈ ડાંગરની વાડીએ કામ કરતા મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ડોળી ગામના વતની રાયસિંગભાઈ ધીરાભાઈ સીસોદીયાની દસ વર્ષની દીકરીનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.