સાવસર પ્લોટ માં પાર્ક કરેલ ગાડીનો કાચ તોડી એક લાખની ચોરી

Advertisement
Advertisement

મોરબીના સાઉથર પ્લોટ માં સાગર હોસ્પિટલ સામેથી આ કામના ફરિયાદીની બલેનો કારમાંથી કાચ તોડી ₹1,00,000 ની ચોરી કોઈ અજાણ્યો શખ્સ કરી ગયો હોય ત્યારે આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સાવસર પ્લોટમાં આવેલ સાગર હોસ્પિટલ સામેથી જીજે – 36 – એફ – 2945 નંબરની બલેનો કારનો કાચ તોડી કોઈ અજાણ્યો શખ્સ રોકડા રૂપિયા એક લાખની ચોરી કરી જતા ફરિયાદી શૈલેશભાઈ બચુભાઇ સાણજા રહે.અવની રોડ, મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.