હળવદ તાલુકાના ડુંગરપુર ગામે ધાવડી માતાજીના મંદિર બહાર ચોગાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે સાંજના સમયે દરોડો પાડતા આરોપી (૧) મનસુખભાઇ શીવાભાઇ સારલા, રહે. ડુંગરપુર (૨) રણજીતભાઇ હેમુભાઇ ફીસડીયા, રહે. ડુંગરપુર અને (૩) શાંતીલાલ મગાભાઇ મારૂણીયા રહે. ડુંગરપુર ગામ નામના ત્રણ આરોપી ઝડપાઇ ગયા હતા જયારે આરોપી (૪) રણજીતભાઇ ડાયાભાઇ વિઠલાપરા રહે. ડુંગરપુર (૫) કાળુભાઇ હેમુભાઇ ફીસડીયા રહે. ડુંગરપુર (૬) વિક્રમભાઇ ગણેશભાઇ મારૂણીયા રહે, ડુંગરપુર (૭) રમેશભાઇ પ્રભુભાઇ વિઠલાપરા રહે. ડુંગરપુર ગામ, (૮) મસાભાઇ ભાવુભાઇ આકરીયા રહે. ડુંગરપુર ગામ, તા.હળવદ જી.મોરબી (૯) અનિલ ગોરધનભાઇ મારૂણીયા રહે-ડુંગરપુર નામના આરોપીઓ નાસી જતા પોલીસે રોકડા રોકડા રૂપિયા ૮,૧૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી નાસી ગયેલા છ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.