મોરબી કંડલા હાઇવે પર જૂની આર.ટી.ઓ. કચેરી નજીક મચ્છુ નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારે હાલ આ બાબતે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – કંડલા બાયપાસ ઉપર ધરમપુર ગામની સીમમાં જુની આર.ટી.ઓ.કચેરીની બાજુમાં મચ્છુ નદીમાં ગણેશ વિસર્જનની જગ્યા નજીક પાણીમાં ડૂબી જતા આનંદ નરભેરામભાઈ આદ્રોજા ઉ.વ.૩૪, રહે.મોરબી બાયપાસ, સત્કાર પાર્ટી પ્લોટની સામે, અંજલી એપાર્ટમેન્ટ નામના યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.