વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે કારખાના ના મજૂરના બાળકને સાપ કરડી જતા અકસ્માતે મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે નોંધ કરી ને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે જેબીએસ રીફેક્ટરી કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક રાહુલભાઈ મંગલસિંગ ડામોરના સાડા ત્રણ વર્ષનો પુત્ર ધર્મેશ સૂતો હતો ત્યારે સાપ કરડી જતા સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.