
ટંકારાના હરબટીયાળીના ઈસમે ટંકારાના મિત્ર પાસે થી મિત્રતાના દાવે હાથ ઉછીના રૂપિયા ત્રણ લાખ લીધા બાદ પરત કર્યા નહોતા બદલા માં ચેક આપેલ હોય જે ચેક રીટર્ન થતા ચેક રીટર્ન સબબ ટંકારા કોર્ટમા દાખલ થતા ચેક આપનારે વકીલ મારફત કોર્ટ સમક્ષ ફરીયાદ તથ્ય વિહોણી હોવાના બચાવ સાથે વકીલ સાથે અરજી કરતા અદાલતે બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી આરોપીને નોગેસીયેબલ એકટ ના ગુનામા નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો હતો.
ટંકારાના સંદિપ પ્રાગજીભાઈ ડાંગરે પોતે ટંકારા તાલુકાના હરબટીયાળીના મોબાઈલ ની દુકાન ધરાવતા અમૃત મહાદેવ નમેરા નામના યુવાનને મિત્ર દાવે રૂપિયા ત્રણ લાખ હાથ ઉછીના આપ્યા હતા. જેના બદલામા નાણા લેનારે તા.૬/૨/૨૦૨૨ ના રોજ ચેક આપેલ હતો. જે ચેક બેંક માથી એકાઉન્ટ કલોઝ ના શેરા સાથે પરત ફરતા ટંકારા કોર્ટ મા તા. ૨૫/૫/૨૨ ના રોજ ધી નેગોસીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી. સામે પક્ષે બચાવ પક્ષના નાણા લેનાર ઈસમે પોતાના વકીલ સુરેશ ફળદુ, પાર્થ સંઘાણી, જોસનાબેન ચૌહાણ મારફતે ફરીયાદ તથ્ય વિહોણી હોવાના પુરાવા સાથે કોર્ટમાં પોતાનો બચાવ કરતી અરજી કરી હતી. જે કેસ બોર્ડ પર આવતા બચાવ પક્ષના વકીલે પોતાના અસીલ સાથે થયેલા આર્થિક વ્યવહારો પુરવાર થતા ન હોય જેમા, ફરીયાદી ને આરોપી સાથે મોબાઈલ ની દુકાને જતા મિત્રતા હોવાનુ કહે છે. આરોપીએ ૨૦૧૯ મા દુકાન બંધ કરી દીધી હતી. જ્યારે ફરીયાદી ખુદ સ્વિકારે છે કે ત્યારબાદ આરોપી ની ભાળ નહોતી. તો વર્ષ ૨૦૨૨ મા ચેક આપવાના વિરોધાભાસ ઉભો કરે છે. ઉપરાંત, ફરીયાદીની કોર્ટ સમક્ષ ઉલટ તપાસમા તેઓ ખેતી કરતા હોવાનુ અને આર્થિક સ્થિતિ સધ્ધર ન હોવાથી રીટર્ન ફાઈલ કરતા ન હોવાની કબુલાત આપે છે.જયારે ફરીયાદીએ આ જ કોર્ટમા આ કેસ સહિત અન્ય ચાર ચેક રીટર્ન ની ફરીયાદ નોંધાવી છે. જેની રકમ રૂપિયા વીસ લાખ થાય છે. તમામ મા હાથ ઉછીના આપ્યા હોવાનુ કારણ જણાવ્યુ હોય આમ, પ્રથમ દષ્ટિએ જ ફરીયાદી ની આર્થિક સધ્ધરતા સામે પ્રશ્નાર્થ ઉદભવે છે.અને ફરીયાદ શંકા ઉત્પન્ન કરનારી હોય લેણી રકમ નુ ખંડન થતુ હોવાનુ દર્શાવે છે. ફરીયાદી ખુદ લેણી રકમ અંગે કાયદેસરનુ લેણુ પુરવાર કરવામા નિષ્ફળ જતા હોવાની બચાવ પક્ષની દલીલો કોર્ટે માન્ય રાખી ચેક રીટર્ન કેસમા જજ એસ.જી. શેખે આરોપી ને નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો હતો.