મોરબીના વાવડી ચોકડી નજીકથી બાઈક ચોર ઝડપાયો

Advertisement
Advertisement

શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ આધારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળેલ કે ચોરીના મોટર સાયકલ લઈ આરોપી વાવડી ચોકડીથી આગળ નીકળવાનો છે, જેથી પોલીસ ટીમ વોચમાં રહેલ તે દરમ્યાન વાવડી ચોકડીથી આરોપી ચોરાઉ મોટર સાયકલ સાથે નિકળતા તેની પાસે મોટરસાયકલના જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા તેની પાસે ન હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા આ મોટર સાયકલ મોરબી શહેર વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ સાથે આરોપી હનીફભાઈ કાસમભાઈ સંધવાણી ઉવ.૩૦ રહે.સંધવાણી શેરી માળીયા(મી) જી.મોરબીની અટક કરી કરી તેની પાસેથી એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- કબ્જે કર્યું હતું.