મોરબી જીલ્લા લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓ પડતર માંગણી મુદ્દે પેનડાઉન હડતાળ પર ઉતરી જતા અરજદારો ને ધક્કા.

Advertisement
Advertisement

માંગણી નહીં સ્વિકારાઈ તો ઓગસ્ટ થી અચોક્કસ              મુદ્દત હડતાળ પર જવાની ચિમકી,

જમીન દફતર ખાતા ના રાજ્યભરના કર્મચારીઓ પેનડાઉન પર

લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના તમામ કર્મચારીઓએ સરકાર સમક્ષ અગાઉ ગ્રેડ પે સહિતના અનેક મુદ્દે અનેક માંગણી ઓ રજુ કરી હતી. જેનુ નિરાકરણ નહીં આવતા મોરબી જીલ્લા ના લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ નહીં સંતોષાતા નારાજ થઈ સોમવારથી તા.૩૧ જુલાઈ સુધી પેનડાઉન હડતાળ નુ શસ્ત્ર ઉગામી હડતાળ પર ઉતરી જતા  જીલ્લા મથકે કામકાજે આવતા અરજદારો ને ધરમ ના ધક્કા થયા હતા. યુનિયને પાઠવેલા આવેદનપત્રમા માંગણી ઓ સ્વિકારાશે નહીં તો ૧ લી ઓગસ્ટ થી અચોક્કસ મુદ્દતની હડતાલ નુ એલાન આપી સરકાર નુ નાક દબાવ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે રાજયભર મા લેન્ડ રેકર્ડ વિભાગના તમામ કર્મચારીઓએ હડતાળ પાડી દીધી છે.

મોરબી જીલ્લા મથકે કાર્યરત લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના કર્મચારી યુનીયને વિભાગના વડા ઉપરાંત, જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી પગાર ધોરણ સુધારી ગ્રેડ પે સહિતના પોતાના હક્ક હિત મુદ્દે અનેક માંગણી સરકાર તરફથી સ્વિકારવામા આવી ન હોવાથી નારાજ થઈ હડતાળ પર
જઈ રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ. આવેદનપત્રમા રાજ્યભર માં જમીન દફતર વિભાગના સર્વેયર અને સિનીયર સર્વેયર ને ગ્રેડ પે મા અન્યાય થતો હોય સુધારો કરવા સહિતના ૧૩ મુદ્દા ઉકેલવા અગાઉ માંગણી કરી ચુક્યા છે. છતા સરકાર પક્ષેથી ઉકેલ આવ્યો ન હોવાથી નારાજ થઈ તા. ૨૨ થી ૩૧ જુલાઈ સુધી કચેરીમાં ફરજ ઉપર હાજર રહી કામગીરી થી અળગા રહી પેનડાઉન હડતાળ પાડી દીધી છે. તેમ છતા સરકાર દ્વારા કર્મચારીઓ ના મુદ્દે ઉદાસીન વલણ રહેશે તો આગામી તા.૧ લી ઓગસ્ટ થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
—————————————————————————–
લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓની માંગણીઓ.
—————————————————————————
૧ સિનીયર સર્વેયર સંવર્ગ નુ પગાર ધોરણ સુધારવા.
૨ સિનીયર સર્વેયર નુ નામ બદલીને શિરસ્તેદાર કરવા.
૩ રીસરવે કામગીરી માટે અન્ય જીલ્લા મા ન મુકવા.
૪ રાજ્યમા સર્વેયર ની ૮૧૬ ખાલી જગ્યાઓ ભરવા.
૫ ૧૦-૨૦-૩૦ ઉચ્ચતર પગાર ધોરણ સત્વરે મંજુર કરવા.
૬ સીટી સર્વે ના સર્વેયર નુ કાર્યભારણ ધ્યાને લઈ નવી.            જગ્યા મંજુર કરવા.
૭ બિનખેતી જમીન ની મહેસુલી વસુલાત તલાટી ને સોંપવા
૮ સ્વ.વિનંતીની અરજીઓનો સત્વરે નિકાલ કરવા.
૯ સર્વેયર ના મુસાફરી ભથ્થા મા વધારો કરવા.
૧૦ સર્વેયર ની ખાતાકીય પરીક્ષાના નિયમો સુધારવા.
૧૧ સિનીયર સર્વેયર ને કાયમી મુસાફરી ભથ્થુ આપવા.
૧૨ દરેક સર્વેયર ને પટાવાળા ફાળવવા.
૧૩ વર્ષ ૨૦૧૮ મા મંડળ સાથે થયેલ સમાધાન મુજબ             રીસરવે માપણી ની સ્કેલ સમજુતી મુજબ કામગીરી લેવા.