હળવદ ના સુંદરગઢ નજીક બાઇક પર દારૂના જથ્થા સાથે બે ઝડપાયો

Advertisement
Advertisement

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના સુંદરગઢ ગામથી મોરબી જવાના રસ્તે શંકાસ્પદ રીતે પસાર થતા જીજે – 36 – પી – 4480 નંબરના બાઈક ઉપર પસાર થઈ રહેલા આરોપી વિષ્ણુ ટપુભાઈ ઝાસલીયા રહે.વિશિપરા મોરબી અને આરોપી નિશાંત ભુપતભાઇ દંતેસરિયા રહે.ઘુટુ મોરબી વાળાને અટકાવી તલાશી લેતા બન્નેના કબ્જામાંથી વિદેશી દારૂના 46 ચપલા કિંમત રૂપિયા 4600 મળી આવતા પોલીસે દારૂ તેમજ 10 હજારની કિંમતનું બાઈક કબજે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.