મોરબીના નાગલપર ગામે વાડામાં છુપાયેલ દારૂનો જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકાના નાગલપર ગામના ઝાપા પાસે આવેલ વાડામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતા આરોપી રમેશ ભોજાભાઈ મકવાણા રહે. નાગલપર ગામ નામના શખ્સને વિદેશી દારૂની 2 બોટલ તેમજ 24 ચપલા કિંમત રૂપિયા 3150 સાથે ઝડપી લીધો હતો, આરોપી રમેશની પૂછતાછમા દારૂના આ ધંધામાં મોરબી રેલવે સ્ટેશન રોડ ઉપર રેલવે કવાટર્સની બાજુમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જીગો રૈયાભાઈ ભરવાડની સંડોવણી કબૂલાત પોલીસે રમેશને અટકાયતમાં લઈ જીગ્નેશ ઉર્ફે જીગાને ફરાર જાહેર કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.