મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે કન્યા છાત્રાલય – ચંદ્રેશનગર રોડ ઉપર ખુલ્લા પ્લોટમાં પડેલ આરોપી બળવંત ગોવિંદભાઇ ચાવડા રહે.નીલકંઠ સોસાયટી વાળાની રેઢી પડેલી કારમાંથી મેજીક મોમેન્ટ દારૂની 12 બોટલ સિગ્નેચર બ્રાન્ડ દારૂની 8 બોટલ, ઓલ સિઝન બ્રાન્ડ દારૂની 19 બોટલ તેમજ કિંગફિશર બ્રાન્ડ બિયરના 24 ડબલા મળી કુલ 26,125ની કિંમતનો વિદેશી દારૂ બિયર, 1000 રૂપિયાનો મોબાઈલ ફોન તેમજ જીજે -03 – સીઆર – 0653 નંબરની 1 લાખની કિંમતની કાર સહિત 1,27,125નો મુદ્દામાલ કબજે કરી હાજર નહિ મળી આવેલ આરોપી બળવંત વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.