માળીયા મી. વાધરવા નજીક દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

માળીયા મી. વાધરવા ગામની સીમમાં રેલવે ફાટક નજીકથી દારૂની બોટલ સાથે એક શખ્સ ને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં રેલવે ફાટક નજીકથી માળીયા પોલીસે આરોપી અવતારસિંહ મહેન્દ્રસિંહ સિંગને રોયલ સ્ટગ બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.