મોરબીમાં ચાંદીપુરા રોગ ફેલાય તે પહેલા પાલિકા પાણી ભરેલા રસ્તા સાફ કરી દવા છટકાવ કરે:કોગ્રેસ એ કરી રજૂઆત
મોરબી:ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચાંદીપુરા રોગ ફેલાઈ રહ્યો છે અત્યારે આ રોગ મોરબી શહેરમાં દસ્તક દે તે પહેલાં મોરબીનું આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સક્રિય થાય તે માટે કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી જીલ્લા કલેક્ટર, આરોગ્ય વિભાગ તથા પાલિકાને લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી શહેરની કહેવાતી એ ગ્રેડની મોરબીના ધારાસભ્યના વર્ચસ્વ નીચે સતત ચાલતી નગરપાલિકા ચાંદીપુરા રોગચાળાને આવતો અટકાવવા નક્કર કામગીરી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. આ ચાંદીપુરા રોગ મચ્છર અને માખીઓ દ્વારા થાય છે એવું તજજ્ઞ ડોક્ટરો દ્વારા જાણવા મળે છે ત્યારે મચ્છરો અને માખીનો ઉપદ્રવ ન વધે તે માટે થઈ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાએ સક્રિય થઈ દવાના છટકાવ કરવા જોઈએ તેમજ જ્યાં જ્યાં રોડ ઉપર પાણી ભરાયા છે તે તાત્કાલિક દૂર કરી મચ્છરોની ઉત્પતિ રોકવી જોઈએ અને વરસાદના કારણે પડી ગયેલા ખાડાઓ તાત્કાલિક રીપેર કરી ફરી વખત ત્યાં પાણી ન ભરાય અને મચ્છરોની ઉત્પત્તિ ન વધે તે માટે થઈ મોરબી નગરપાલિકાએ કામગીરી તાત્કાલિક ચાલુ કરવી જોઈએ અને આ રોગ ફેલાય તે પહેલા મોરબી શહેરને સ્વસ્થ અને કચરા મુક્ત કરવું જોઈએ જ્યાં ત્યાં કચરાઓના ઢગલાઓ, ઉભરાતી ગટરના ગંદા પાણી, વરસાદી પાણીનો ભરાવો તેમજ અન્ય ગંદકીનો તાત્કાલિક નિકાલ કરી અને જે તે જગ્યાએ જરૂરિયાત મુજબ દવાઓનો છટકાવ કરી આ રોગને અટકાવવા માટેના પગલાંઓ ભરવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જીલ્લા કલેકટરને અને આરોગ્ય વિભાગ અને નગરપાલિકાને રજૂઆત કરેલ છે.