મોરબી મચ્છુ નદીના પટ્ટમાં સ્વામિનારાયણ મંદિર સંસ્થાએ બાંધેલ પ્રોટેકશન વોલ ન તોડવા અંગે કલેક્ટરને આવેદન 

Advertisement
Advertisement

મોરબી મચ્છુ નદીના પટ્ટમાં સ્વામિનારાયણ મંદિર સંસ્થાએ બાંધેલ પ્રોટેકશન વોલ ન તોડવા અંગે કલેક્ટરને આવેદન પાઠવ્યું

મોરબીના મચ્છુ નદીની બાજુમાં ઝૂલતા પુલ સાઈડમાં સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસની પોતાની જમીનની માલિકી ઉપર ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કામ ચાલુ હોય ત્યારે લોકોની સલામતીને ધ્યાને લઇ મચ્છુ નદીના પટ્ટમાં આવેલ રાજાશાહી દીવાલ ઉપર બાંધકામ કરી દીવાલ ઊંચી કરી હતી જે દીવાલને હાલ તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે મોરબી બીએપીએસ સત્સંગ સમાજ તથા મોરબીના અનેક હિન્દૂ સંગઠનો, વેપારી એસો. દ્વારા આ પ્રોટેકશન દીવાલ ન તોડવાની માંગ અને રજુઆત સાથે મોરબી જીલ્લા કલેક્ટરને એક આવેદન પાઠવી આ અંગે ફેરવિચારણા કરવા રજુઆત કરવામાં આવી હતી.

મોરબી બીએપીએસ સતસંગ સમાજ દ્વારા મોરબી જીલ્લા કલેક્ટરને આપેલ આવેદનમાં જણાવ્યા અનુસાર મચ્છુ નદી કિનારે મંદિરની જમીનમાં લોકોની સલામતી માટે સંસ્થાએ જે દીવાલ ઉંચી ઉપાડેલ ત્યાં દીવાલ તોડવાનું કામ ચાલુ હતું. ત્યારે આ સમગ્ર મામલે તપાસ કરતાં જાણવા મળેલ કે તંત્રએ આ દીવાલ તોડવાનું જણાવેલ છે અને શહેરમાં પુર આવે ત્યારે પાણી ઘુસી જવાની ભીતિથી દીવાલ તોડવાનું જણાવેલ છે પરંતું આ વાત સત્યથી વેગળી છે.

બીએપીએસ સંસ્થા એક વિશ્વવ્યાપી સંસ્થા છે જે સમાજ સેવાના કાર્યમાં અગ્રેસર છે તેમજ નિયમ મુજબ ચાલનાર છે, આ દીવાલની ઉંચાઈ મોરબી શહેરમાં જ્યાંથી પાણી પ્રવેશી શકે એ જગ્યા કરતા ઘણી જ નીચી છે.અને વાસ્તવિકતા એ છે કે જો દીવાલ તોડવામાં આવે તો પુરનું પાણી મંદિરમાં પ્રવેશી જાય અને દર્શનાર્થીઓના જીવને જોખમ ઉભું થાય, વળી દીવાલ નીચી ઉતારવામાં આવે તો મંદિરમાં આવવાનો રસ્તો પણ નીચો જાય આથી નદીમાં પુર વખતે આવવા જવાનો રસ્તો ડૂબી જાય જેને કારણે લોકો અને દર્શનાર્થીના જીવ જોખમમાં મુકાય. હાલ સંસ્થાએ બનાવેલ દીવાલ કાયદેસર છે, કોઈને નુકસાનકારક નથી. મોરબી શહેર કે કોઈ ગામને આ દીવાલના લીધે નુકસાન થાય તેમ નથી. ત્યારે વેટ કરવામાં આવે તો મળેલ અરજી બાબતે કે મચ્છુ નદીના પાણીનો વહેંણ રોકવાની તો આ અરજી કરનાર લોકોએ મંદિર પ્રત્યેના તેજોદ્વેષથી અરજી કરેલ હોય તેવું સ્પષ્ટ જણાય આવતું હોય ત્યારે આ તમામ બાબતો ધ્યાનમાં લઇ દીવાલ તોડવાનું તાત્કાલિક બંધ કરાવો તેવી લાગણી અને માંગણી છે. વધુમાં બીએપીએસ સત્સંગ સમાજ તેમજ અન્ય ધાર્મિક સંસ્થાઓ, વિવિધ હિન્દૂ સંગઠનો, આગેવાનો તથા વિવિધ એસોસિએશનો વગેરેએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી છે. ત્યારે હાલ દીવાલ તોડવાનું કામ સત્વરે બંધ કરાવશો તેવી હૃદયપૂર્વક વિનંતી કરી રજુઆત કરી હતી. અંતમાં હરિભક્તો દ્વારા આપવામાં આવેલ આવેદનમાં જણાવ્યું કે જો આ દીવાલ તોડવાનું ચાલુ રાખવામાં આવશે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવું પડશે જેની નોંધ લેવા પણ વિનંતી કરી હતી.