ટંકારામા મેઘરાજાની સટાસટી, પોણી કલાક મા સવા ઈંચ.

Advertisement
Advertisement
ટંકારા પંથકના અનેક ગામડે મેઘરાજાની જમાવટ.. મુશળધાર મેઘ મલ્હાર થયાના અહેવાલો સાંપડયા હતા…મોરબી લાઈવ ના વાંચકો માટે આજે પડેલા વરસાદની તસવીરો ટંકારાના અલ્પેશ મેરજા, રાજદીપ પ્રજાપતિ અને નલીન આશર તરફથી મળી છે.
ટંકારામા છેલ્લા ચારેક દિવસથી વાતાવરણમા ભારે ઉકળાટ થી જનજીવન રીતસર આકુળ વ્યાકુળ થઈ રહ્યુ હતુ.ત્યારે ગુરૂવારે મોડી સાંજે અચાનક વાતાવરણ પલટાયુ હતુ અને ઘડીભરમા મેઘરાજાએ જમાવટ કરી દીધી હતી અને લગભગ પોણી કલાક મા સવા ઈંચ ( ૩૦ મીમી) વરસાદ પડ્યો હતો. જોકે, પંથકના અનેક ગામડાને મેઘરાજાએ ધમરોળી નાંખ્યા હતા. તાલુકાના અનેક ગામડામા મુશળધાર પડ્યો હોવાના વાવડ સાંપડયા હતા.
મેઘરાજાએ રાહ જોવડાવ્યા બાદ ગુરૂવારે દિવસભર ઉકળાટ રહ્યા બાદ મોડી સાંજે સાતેક વાગ્યે અચાનક વાતાવરણ પલટાયુ હતુ અને ઘડીભરમા મેઘરાજાએ જમાવટ કરી દીધી હતી. અને લગભગ પોણી કલાક મા સવા ઈંચ (૩૦ મીમી) તુટી પડયો હતો. વરસાદે તંત્ર ની મોન્સુન કામગીરી ની પિપુડી ના ધજીયા ઉડાવી દીધા હતા. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમા ચોમેર પાણી ભરાતા લોકોની રોજીંદી ચહલપહલ પર અસર થઈ હતી. જેમા, હાઈવે થી જીવાપરા વિસ્તારને જોડતા ઓવરબ્રિજ નીચે ના ગરનાળામા રોડની બંને સાઈડનુ લેવલ ઉંચુ હોવાથી ભારે યાતના વેઠવી પડે એવો નજારો જોવા મળ્યો હતો. ઉપરાંત, નવા દરવાજા ના મુખ્ય પ્રવેશદ્વાર મા જ દર વર્ષે ચોમાસામાં વરસાદ પડે એટલે તળાવ ભરાયુ હોય એવી પરીસ્થિતિ પેદા થાય છે. છતા તંત્ર કાયમ સબ સલામત ની આલબેલ પોકારી કામગીરી નુ પિપુડી વગાડે છે. અહીંયા વસનારા પરીવારની હાલત નર્કાગાર જેવી થઈ છે. એક તરફ ચાંદી પુરા વાઈરસે રાજ્ય મા હાહાકાર મચાવ્યો છે. મોરબી જીલ્લા મા પણ વાઈરસના ત્રણ કેસમાં મોત ના આંકડા સામે આવ્યા છે. ત્યારે અહીંયા પરીસ્થિતિ ની ગંભીરતા નહીં લેવાઈ તો ચાંદી પુરા વાઈરસ નુ કેન્દ્ર બનવાની પૂરેપૂરી શક્યતા હાલનુ ચિત્ર જોતા વરતાઈ રહ્યુ છે. ત્યારે પંથકના અનેક ગામડે મુશળધાર વરસાદ પડ્યો હોવાના અહેવાલ સાંપડયા હતા. અને ટંકારા તાલુકામા રાત્રે આઠ વાગ્યા સુધીમા સીઝન નો કુલ વરસાદ સાડા સત્તર ઈંચ (૪૪૨ મીમી) વરસાદ નોંધાયો હતો. ટંકારા શહેર ને નગરપાલિકા નો દરજ્જો મળી ગયો પરંતુ સુવિધા ને નામે મીંડુ છે. અહીંયા ગ્રામ પંચાયત હતી ત્યારે પણ જીવાપરાના પ્રવેશદ્વારે નવા દરવાજે નર્કાગાર જેવી કાયમી હાલત હતી. અહીંયા જેટલા સરપંચો ચુંટાઈ આવ્યા એ દરેકે આંખ આડા કાન કરી વિસ્તાર પ્રત્યે ઉદાસીન વલણ અપનાવ્યું હતું અહીંયા નિચાણવાળો વિસ્તાર હોવાથી કાયમ નગર મા પ્રવેશવા ના માર્ગે દુર્ગંધ ગંદકી ઉકરડા નુ સામ્રાજ્ય રહ્યુ છે. ઉપરાંત, શહેરની ગંદકી વહન કરતુ પંચાયત નુ ટ્રેક્ટર કાયમી સવાર સાંજ ખડકાયેલુ હોવાથી અહીંયા ના રહીશો ઉપરાંત રાહદારીઓ વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો હોવા છતા કોઈ સતાધીશો એ પ્રત્યે નોંધ લીધી નથી. હાલ નગરપાલિકા અમલમાં આવી મામલતદાર વહીવટદાર હોય અને ચિપ ઓફિસર પણ હોવા છતા હજુ નજર અંદાજ કરાશે તો, અહીંયા ચાંદી પુરા વાઈરસ ને તંત્ર જ નોતરતુ હોય એમ દ્શ્ય પર થી સ્પષ્ટ જણાઈ રહ્યું છે.