હળવદ પંથકમાં ખેત મજુરી કરતા પરિવારની સગીર વયની દીકરીને એક શખ્સ ભગાવી ગયો

Advertisement
Advertisement

હળવદ પંથકના એક ગામમાં ખેત મજૂરી કામ કરતા પરિવારની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે આરોપી ગોપાલ રૂડાભાઇ ઠાકોર રહે. જુના માલણીયાદ તા.હળવદવાળો ગત તા.૨૮/૦૫ના રોજ રાત્રી દરમિયાન ૧૭ વર્ષ ૨ માસની સગીરાને ભગાડી ગયો હતો. ત્યારે ખેતમજૂરી કરતા પરિવારજનોએ ઘરમેળે સાગા વ્હાલા તેમજ ઓળખીતામાં પોતાની દીકરી અંગે તપાસ શરૂ કરી હતી પરંતુ આજદિન સુધી કોઈ સગડ ન મળતા આખરે સગીરાના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.