મોરબી તાલુકાના મકનસર ગામે રામજી મંદિરવાળી શેરીમાં રહેતા ગંગારામભાઈ ચકુભાઈ મકવાણા ઉવ.૭૨ એ પોતાના દીકરા પ્રકાશભાઈ ગંગારામભાઈ મકવાણાના મૃત્યુ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ગોરધનભાઇ મગવાણીયા રહે. પ્રેમજીનગર તથા અન્ય બે અજાણ્યા આરોપી એમ કુલ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૬/૦૭ના રોજ ગંગારામભાઈનો પુત્ર પ્રકાશભાઈ તથા બે અજાણ્યા માણસો આરોપી ગંગારામભાઈના ટ્રેક્ટર ઉપર બેઠેલ ત્યારે આરોપી ગોરધનભાઇ સાથેના બે માણસોએ ગંગારામભાઈના દિકરા પ્રકાશને ટ્રેકટર ઉપરથી ફેકી દિધેલ અને ગોધરનભાઇએ પ્રકાશ ઉપર ટ્રેકટર ચડાવી દઇ ગંભીર ઇજા કરતા પ્રકાશને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવારમાં લઇ જતા ચાલુ સારવાર દરમ્યાન પ્રકાશનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે ઉપરોક્ત ફરિયાદના આધારે તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.