હળવદ તાલુકાના નવા ધનાળા ગામે ખેતરના શેઢે હળનું લીટુ નાખવાનો ખાર રાખી કુટુંબી ભાઈને ધોકા વડે માર માર્યો

Advertisement
Advertisement

હળવદના નવા ધનાળા ગામે ખેતરના શેઢે હળનું લીટુ નાખવાનો ખાર રાખી કુટુંબી ભાઈને ધોકા વડે માર માર્યો હતો ત્યારે આ બાબતે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના નવા ધનાળા ઘનશ્યામનગર ગામે રહેતા ઘનશ્યામભાઇ મનજીભાઇ કણઝરીયા ઉવ-૩૭ એ આરોપી પોતાના કુટુંબી ભાઈ ઇશ્વરભાઇ ડાયાભાઇ કણઝરીયા રહે.-નવા ધનાળાગામ ઘનશ્યામનગર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ઘનશ્યામભાઇએ પોતાની માલીકીની નવા ધનાળા ગામની સીમમાં સીયારકી વાળી જમીનમાં તેમના અને તેમના કુટુંબી ભાઈના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ન જાય એટલા માટે ખેતરના શેઢે હળનું લીટું નાખેલ હોય જે ઘનશ્યામભાઈના કુટુંબી ભાઈ આરોપી ઈશ્વરભાઈને સારું નહીં લાગતા જેથી તે બાબતનો ખાર રાખી આરોપીએ ઘનશ્યામભાઈને જેમ-ફાવે તેમ ગાળો આપી લાકડાના ધોકા વડે હાથે તથા પગના સાથળના ભાગે ઘા મારી મુંઢ ઇજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.