મોરબીના જેતપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી

Advertisement
Advertisement

મોરબી તાલુકાના જેતપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા બાઇક ચોર ધોળે દિવસે ચોરી કરી લઈ જતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને ગાળા ગામા શ્રી ગાળા કલ્યાણ સહકારી મંડળીમાં મંત્રી તરીકે નોકરી કરતા ચેતનભાઇ ધનજીભાઇ જાકાસણીયા ઉવ-૩૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા બાઇક ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૦/૦૭ના રોજ ચેતનભાઈ શ્રી ગાળા કલ્યાણ સહકારી મંડળીમાં નિત્યક્રમ અનુસાર કામ પતાવી બપોરના ૧૨ વાગ્યાની આસપાસ જેતપર પોતાના ગામ આવી પોતાના રહેણાંક બહાર સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. જીજે-૩૬-એબી-૪૧૬૩ પાર્ક કર્યું હતું જે બાદ બપોરના ૧ વાગ્યા આસપાસ બેંક નું કામ હોવાથી ઘરની બહાર જવા માટે નીકળેલ ત્યારે ઉપરોક્ત બાઇકની કોઈ અજાણ્યા બાઇક ચોર દ્વારા ચોરી કરી ગયા હતા. ત્યારે પ્રથમ ઈ એફઆઈઆર બાદ રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે ચેતનભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બાઇક ચોર સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.