બુધવારે સવારે ફરી નિયત સમયે રૂટ પર નિકળી દયાનંદ ચોક મા ધમાલ લેશે.


ટંકારામા મુસ્લિમોના માતમ નો તહેવાર ગણાતા મહોરમ ના તાજીયા મંગળવારે રાત્રે તકિયા મસ્જીદ માથી નિકળી પળ મા આવી નગરના મુખ્ય ચોક ગણાતા દયાનંદ ચોક ખાતે મુસ્લીમ બિરાદરોએ ધમાલ લીધી હતી. ત્યારબાદ રાતભર શહેરના રાજમાર્ગો પર સરઘસ રૂપે ફરી વહેલી પરોઢે નિયત સ્થળે પહોંચ્યા હતા. બુધવારે સવારે ફરી તાજીયાનુ ઝુલુસ નિયત રૂટ પર આવશે. મોડી રાત્રે હિંદુ સમાજના લોકો પણ મુસ્લિમ યુવકો દ્વારા બનાવાયેલ કલાત્મક તાજીયા નિહાળી પ્રસંશા કરી હતી.

ટંકારામા મુસ્લિમ સમાજના માતમના પર્વ મહોરમ અંતર્ગત મંગળવારે રાત્રે તકીયા મા આવેલ મસ્જીદ થી તાજીયા પળ મા આવવા રવાના થયા બાદ ઝુલુસ રૂપે નિકળી શહેરના રાજમાગોઁ પર સરઘસ રૂપે પસાર થયા હતા. તાજીયા કમિટી દ્વારા કલાત્મક તાજીયા બનાવવા મા આવ્યા હતા. રાત્રે દયાનંદ ચોક મા ધમાલ લીધા બાદ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા હતા. મુસ્લિમ યુવકો દ્વારા કલાત્મક રીતે બનાવવામા આવેલ તાજીયા ને રોશની થી ઝળહળીત કરવા મા આવેલ હતા. મુસ્લિમ સંધી સમાજના હબીબ ઈશા ઉપરાંત મોમીન સમાજના સલિમ હુશેન,ઈલુ મામદ, મુસ્લિમ સમાજના અગ઼ણી ઈબ઼ાહિમ ઈસા, ફિરોજભાઈ અપને, ઘાંચી સમાજ ના કરીમ નુરા, રમજાન માણકીયા,યુવા અગ઼ણી ફિરોજ તૈલી, ઈમરાન માણકીયા, એડવોકેટ સિરાજ અબ્રાણી, સલીમ અબ્રાણી, હાસમભાઈ ફકીર સહિતનાઓ ની આગેવાની હેઠળ મંગળવારે રાત્રે સૌ પ્રથમ દયાનંદ ચોક મા લવાયા હતા. અહિંયા ધમાલ લેવામાં આવી હતી. હિંદુ સમાજના લોકો એ કલાત્મક તાજીયા નો નજારો માણ્યો હતો. બુધવારે સવારે અગીયાર વાગ્યે હિંદુ સમાજના આગેવાનો દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તાજીયા ને આવકારશે. મહોરમ અંતગર્ત પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. નિર્ધારીત રૂટ ઉપર તાજીયા પસાર થતા હિંદુ લોકોએ લ્હાવો લઈ કોમી ઍકતા બતાવી હતી. રાતભર ફરીને મોરબી નાકા પાસે આવેલી મુસ્લિમ મસ્જીદ નજીક તાજીયા ને વિશ્રામ આપી બુધવારે સવારે ફરી નિયત રૂટ પર તાજીયા જુલુસ નિકળશે.જે દિવસ ભર ફરી મોડી સાંજે હોસ્પિટલ રોડ પર પરંપરા મુજબ તમામ મુસ્લિમ બિરાદરો માતમ મનાવશે અહીંયા તાજીયા ટાઢા થશે.