ટંકારામા મુસ્લિમોના માતમનો તહેવાર મહોરમ કોમી એખલાસ સાથે સંપન્ન 

Advertisement
Advertisement
સવારે તાજીયા જુલુસ નિયત સમયે રૂટ પર નિકળી દયાનંદ ચોક મા પહોંચતા હિંદુ સંગઠનોએ પરંપરાગત સન્માન કર્યુ.
                           
ટંકારામા મુસ્લિમોના માતમ નો તહેવાર ગણાતા મહોરમ ના તાજીયા મંગળવારે રાત્રે તકિયા મસ્જીદ માથી નિકળી પળ મા આવ્યા હતા. બાદ મા, બુધવારે સવારે તાજીયા જુલુસ નિયત સમયે શહેરમા નિકળ્યા હતા. અને નગર ના સેવાસદન ના ચોક મા લગભગ બે કલાક સુધી થંભાવી અહીંયા  મુસ્લીમ બિરાદરોએ ધમાલ લીધી હતી. તાજીયા દયાનંદ ચોક ખાતે પહોંચતા રાબેતા મુજબ હિંદુ સમાજના અગ્રણી ઓ દ્વારા તાજીયા કમિટી નુ સન્માન કરવાની વર્ષો જુની પરંપરા જાળવી સ્વાગત કરી કોમી એખલાસ ના દિદાર કરાવ્યા હતા.
                             
ટંકારામા મુસ્લિમ સમાજના માતમના પર્વ મહોરમ અંતર્ગત મંગળવારે રાત્રે તકીયા મા આવેલ મસ્જીદ થી તાજીયા પળ મા આવ્યા હતા. જે રાતભર ઝુલુસ રૂપે નિકળી શહેરના રાજમાગોઁ પર સરઘસ રૂપે પસાર થયા હતા. તાજીયા કમિટી દ્વારા કલાત્મક તાજીયા બનાવવા મા આવ્યા હતા. અને ફરી બુધવારે સવારે નિયત સમયે નિર્ધારિત સ્થળે થી રવાના થઈ દયાનંદ ચોક પહોંચ્યા હતા. અહીંયા પહોંચતા જ હિંદુ સમાજના હસુભાઈ રાણપુરા, વદનભાઈ રાણપુરા, ધ્રુવનગર સ્ટેટ આનંદ રાજા, રાણા ટપુ, જીવણ મંગા, જીવણ રબારી, કનુભાઈ મશરૂભાઈ ભરવાડ, કાનાભાઈ ત્રિવેદી,ભાવિન સેજપાલ, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ વસંતભાઈ માંડલીયા, રસિક દુબરીયા, નિલેશ પટણી, ભૂપત ગોધાણી, ભાવિન સેજપાલ, અનુભાઈ માધાણી,ચેતન ત્રિવેદી સહિત ના અગ્રણીઓ એ વડવા વખતથી ચાલી આવતી વર્ષો જુની પરંપરા જાળવી રાખી તાજીયા નુ પરંપરાગત રીતે ફુલહારથી સન્માન કર્યુ હતુ. નગર સેવા સદન ચોક મા ધમાલ લીધા બાદ શહેરના મુખ્ય માર્ગો પર નાના મોટા સાત તાજીયા જુલુસ રૂપે ફર્યા હતા. મુસ્લિમ યુવકો દ્વારા કલાત્મક રીતે બનાવવામા આવેલ તાજીયા ને  રોશની થી ઝળહળીત કરાયા હતા. મુસ્લિમ સંધી સમાજના આગેવાન ઈબ્રાહિમ ઈસાભાઈ સંધી, હબીબ ઈશા, મોમીન સમાજના સલિમ હુશેન, ઈલુ મામદ, ફિરોજભાઈ અપને, ઘાંચી સમાજ ના અગ્રણી આમદ નુરા, રમજાન માણકીયા, ફિરોજ તૈલી, ઈમરાન માણકીયા, એડવોકેટ સિરાજ અબ્રાણી, સલીમ અબ્રાણી, હાસમભાઈ ફકીર, સલીમ અલાણા સહિતના મુસ્લિમ આગેવાનો ની દેખરેખ હેઠળ આયોજન કરવામા આવ્યુ હતુ. હિંદુ સમાજ ના લોકો એ કલાત્મક તાજીયા નો નજારો માણ્યો હતો. આ તકે, મહોરમ અંતગર્ત પોલીસ સબ ઈન્સપેકટર તુલસીભાઈ સેડા ની રાહબરી હેઠળ બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોડી સાંજે હોસ્પિટલ રોડ પર પરંપરા મુજબ તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા માતમ મનાવી તાજીયા ટાઢા કરાયા હતા.