મોરબી ને લખધીરપુર રોડ પર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા પરિણીતાનું મોત

Advertisement
Advertisement

મોરબીમાં સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. જ્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે l

મોરબીના લખધીરપુર રોડ ઉપર ઓરેન્ટો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા સંતરબેન વિદેશભાઈ ડામોર ઉવ.૨૧ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારે મૃતકની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં મૃતક સંતરબેનના સવા મહિના પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે મોરબી તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજી. કરી આગળની તપાસ હાથ ધરી છે.