મોરબીનો મુસ્લીમ પરીવાર ધ્રોલ ખાતે તાજીયા જોવા જતા
અકસ્માત સર્જાયો, સદનસીબે જાનહાની ટળી હતી.


ટંકારા જામનગર હાઈવે પર પસાર થતી પેસેન્જર રીક્ષા ગોળાઈ મા ગોથુ મારી રોડ કાંઠે આવેલા ખેતરમા ખાંગી પડતા અકસ્માત સર્જાયો હતો. જાણવા મળ્યા પ્રમાણે અકસ્માતે રીક્ષામા મુસાફરી કરતા પરીવારના સભ્યો મોરબી થી તાજીયા જોવા ધ્રોલ જતા હતા અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતે રીક્ષામા મુસાફરી કરી રહેલા તમામ ને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી.
મોરબીના મુસ્લીમ પરીવારના ઈસ્માઈલભાઈ તેમના પરીવાર સાથે ધ્રોલ મુકામે જવા પેસેન્જર રીક્ષા મા બુધવારે ઘરે થી નિકળ્યા હતા. દરમિયાન રીક્ષા ટંકારા તાલુકાના સાવડી ગામ થી થોડે દુર હાઈવે પર પસાર થતી હતી ત્યારે હાઈવે પર ની ગોળાઈ મા રીક્ષા ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા રીક્ષા ગોથુ મારી રોડ કાંઠે આવેલા ખેતરમા ખાંગી પડતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતે રીક્ષામા મુસાફરી કરતા મુસ્લીમ પરીવારના સભ્યો ને ઈજા પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને મોરબી ઈજાગ્રસ્તોને હોસ્પિટલે સારવારમા ખસેડાયા હતા. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી.