વાંકાનેરના મહિકા ગામે ઝેરી દવા ગટગટાવી જતા પરિણીતાએ કર્યો આપઘાત

Advertisement
Advertisement

વાંકાનેરના મહિકા ગામે વાડીએ ઝેરી દવા ગટગટાવી પરિણીતાએ કર્યો આપઘાત, પોલીસે મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં આવેલ ગુલાબભાઈ હુશેનભાઈની વાડીએ રહેતા મૂળ એમપી રાજ્યના રહેવાસી સુભાનીબેન સભાભાઇ ચૈાહાણ ઉવ.૨૦એ ઉપરોક્ત વાડીએ કોઈ કારણોસર કિટનાશક ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ મૃતકની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આપઘાતના બનાવ અંગે આગળની તપાસ ચલાવી છે.