રંગપર ગ્રામ પંચાયત દ્વારા 5000 વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે આજરોજ વૃક્ષારોપણ કર્યું

Advertisement
Advertisement

રંગપર ગ્રામ પંચાયત દ્વારા આજે રંગપર ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 700 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. છત્રોલા સાવનભાઈ દ્વારા જણાવાયા પ્રમાણે આજ રોજ રંગપર ગામમાં ભૂમિ પૂજન કરીને વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી હતી અને આજે 700 જેટલા રોપાનું વાવેતર કર્યું હતું. હજું 5 હજાર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. આ સમગ્ર વૃક્ષારોપણમાં ગ્રામજનોનો સાથ-સહકાર મળી રહ્યો છે. સૌ ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને વૃક્ષ ઉછેરનો સંકલ્પ પણ લીધો હતો.