મોરબીનાં કુબેરનગરમાં જાહેર જુગાર રમતાં બે પત્તા પ્રેમીઓને પોલિસે ઝડપી પાડયા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના કુબેરનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી મહેશભાઇ બાબુભાઇ ઓગણીયા, રહે.કુબેરનગર શનીદેવના મંદીર પાસે, મોરબી તેમજ ચંદુભાઇ નાનજીભાઇ કાઠીયા, રહે. કુબેરનગર શનીદેવના મંદીર પાસે, મોરબી વાળાને રોકડા રૂપિયા 11,300 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.