મોરબીના નવલખી રોડ પર આવેલ મફતીયા પરા વિસ્તારમાંથી દારૂના 15 પાઉચ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મફતિયાપરા વિસ્તારમાંથી સીટી એ ડિવિઝન પોલીસે રિયાઝ ઉર્ફે રાજેશ રફીકભાઈ પઠાણ ઉ.22 રહે.રેલવે કોલોની નજીક, મફતિયાપરા વાળાને વિદેશી દારૂના 15 પાઉચ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.