વાંકાનેર ના જીનપરા જકાતનાકા નજીક શંકાસ્પદ હાલતમાં સીએનજી રીક્ષા અટકાવી તપાસ કરતા વિદેશી દારૂની બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે રિક્ષા સહિત કુલ 50,400 રૂપિયાનો મુદ્દામાં કબજે કર્યો છે. ત્યારે રીક્ષા ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધર છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે જિનપરા જકાત નાકા નજીકથી શંકાસ્પદ હાલતમાં સીએનજી રીક્ષા અટકાવી તલાશી લેતા આરોપી સુરેશ દાનાભાઇ સોરીયા રહે.પ્રતાપ રોડ વાંકાનેર અને વિપુલ કાળુભાઈ ગમારા રહે.રાજા વડલા ગામ વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 400 મળી આવી હતી અને આરોપીઓ દારૂની બોટલ આશિષ વિસાણીને આપવા જતા હોવાનું કબુલતા પોલીસે 50 હજારની રીક્ષા સાથે કુલ 50,400નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.