માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા 23 વર્ષીય યુવાને 10 લાખ રૂપિયા ઉછીના લીધા હોય ત્યારે આશરે 80 લાખ રૂપિયા જેટલા ચૂકવ્યા હોવા છતાં ત્રણ જેટલા આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય ત્યારે આ બાબતે યુવાને પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે રહેતા અવિભાઈ અમૃતભાઈ લોદરિયા ઉ.23 નામના યુવાને આરોપી વિરમ હમીરભાઈ કરોતરા, કિશન ઉર્ફે દુષ્યન્ત મહેશભાઈ અજાણા રહે. બન્ને શનાળા અને પ્રવીણ રબારી રહે.ખાનપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, છ મહિના પૂર્વે આરોપી વિરમ હમીરભાઈ કરોતરા, કિશન ઉર્ફે દુષ્યન્ત મહેશભાઈ અજાણા પાસેથી 5 – 5 લાખ 10 ટકા વ્યાજે લીધા બાદ 80 લાખ ચૂકવવા છતાં ત્રણેય આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી વોટ્સએપ કોલમાં ગાળો આપી વધુ પાંચ લાખ માંગી રહ્યા છે. બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.