વાંકાનેર નજીક ટ્રક ચાલકે બ્રેક મારતા ઠાઠામાં ઘુસી કાર, ટ્રક ચાલક નાસી જતા નોંધાઈ ફરિયાદ

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના ગારીડા ગામથી થોડી આગળ વાંકાનેર બાઉન્ડ્રી તરફ તીરથ હોટલની પાસે અજાણ્યા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવતીકાલ ઠાઠામાં ઘૂસી ગઈ હોય ત્યારે અકસ્માત સર્જાયો હતો અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ટ્રક લઈ નાસી છૂટ્યો હોય ત્યારે આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામથી થોડે આગળ વાંકાનેર બાઉન્ડ્રી તરફ તીરથ હોટલની પાસે અજાણ્યા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા ટાટા કંપનીની નેક્સોન ફોરવ્હીલ કાર નંબર GJ.36.AF.0443 લઈને જઈ રહેલ દર્શનકુમાર રાજેશકુમાર મેર રે.રામાપીરના મંદીર પાસે, કુંભારપરા, વાંકાનેર વાળાની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા કારમાં બેઠેલા તથા કારમા બેઠેલ સાહેદ સ્વપ્નીલભાઇને ડાબા હાથમા, હાર્દીકભાઇને ડાબા પગે ફેકચર તથા અજીમુદીનભાઇને માથાના ભાગે મુંઢ ઇજા પહોચી હતી. અકસ્માત બાદ અજાણ્યા ટ્રકનો ચાલક ટ્રક લઇ નાશી જતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.