વાંકાનેર સીટી ના પેડક સોસાયટી નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોધિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પેડક સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી (૧)પંકજભાઇ ચતુરભાઇ વિકાણી (૨) મહેશભાઇ ગોવિંદભાઇ પલાણી (૩) મહેશભાઇ ચતુરભાઇ વિકાણી (૪) ઉમેશભાઇ મનસુખભાઇ વિકાણી અને (૫) મુકેશભાઇ નાજાભાઇ ગોહેલને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,800 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.