હળવદ પોલીસે સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના કાંઠેથી જમીનમાં દાટેલો વિદેશી દારૂનો 57,700ની કિંમતનો જથ્થો શોધી કાઢી અજાણ્યા ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસે બાતમીને આધારે સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના કાંઠે ખોડીયારમાના મંદીર પાસે જમીનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જમીનમાંથી વાઈટ લેસ વોડકાના 190 ચપલા કિંમત રૂપિયા 19,000, હની ટીઆરએસ વોડકાના 142 ચપલા કિંમત રૂપિયા 14,200 અને વાઈટ લેસ વોડકાની બોટલ નંગ 70 કિંમત રૂપિયા 24,500 મળી કુલ રૂપિયા 57,700નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.