હળવદમાં એસટી વોલ્વો બસે ટ્રેલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસના ચાલકને ઈજા પહોંચી છે. જ્યારે વોલ્વો બસમાં સવાર 25 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરથી મુન્દ્રા જઈ રહેલી એસટી વોલ્વો બસે હળવદમાં રાતના સમયે ટ્રેલરને ટક્કર મારી હતી. જેમાં વોલ્વોના ડ્રાઈવરને ઈજા થતાં હળવદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માતમાં વોલ્વોમાં સવાર 25 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો