મોરબીના રવાપર રોડ ઉપર ભંભોળની વાડીમાં રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ નકુમે હડમતીયા ગામે રહેતા ભીખાભાઇ વાલજીભાઈ સિણોજીયા અને કાંતાબેન ભીખાભાઇ સિણોજીયા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેઓએ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય જેનો ખાર રાખી બન્નેએ પથ્થર મારી માથું ફોડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.જ્યારે સમાપક્ષે ભીખાભાઇ વાલજીભાઈ સિણોજીયાએ આરોપી પ્રકાશ રમેશભાઈ નકુમ રહે.મોરબી અને મનસુખ ડાયાભાઈ સિણોજીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેઓએ રસ્તા બાબતે ટંકારા મામલતદાર સમક્ષ કેસ કર્યો હોય જેનો ચુકાદો તેમની તરફેણમાં આવતા આરોપીઓને સારું નહીં લાગતા ઝઘડો કરી દાંતરડા વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બન્ને બનાવ અંગે ટંકારા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.