મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે માટેલ ગામની સીમમાં વિટરીફાઈડના કારખાનાની પાછળ આવેલ વાડીના શેઢે બનાવેલ દુકાનમાં દારૂ વેચતા એક શખ્સને ઝડપી પાડયો છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને મળેલી બાતમીને આધારે માટેલ ગામની સીમમાં કયુરો વિટ્રીફાઇડ સિરામિક પાછળ આવેલ વાડીના શેઢે બનાવેલ દુકાનમાં દરોડો પાડતા આરોપી હિતેશ ખીમજીભાઈ ચાવડા રહે.માટેલ ગામની સીમ વાળાની દુકાનમાંથી 8 પીએમ અને ગ્રીન લેબલ બ્રાન્ડ વિદેશી દારૂની 464 બોટલ તેમજ કિંગ ફિસર સુપર સ્ટ્રોંગ બિયરના 120 ટીન મળી કુલ 1,56,200 ઉપરાંત એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં દારૂના આ ધંધામાં ઢુંવા ગામે રહેતા ગોપાલ ગિન્ગોરાની સંડોવણી કબુલતા એલસીબી પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.