મોરબીના ઘુંટુ ગામે રહેતા દેવજીભાઈ માલાભાઈ વોરા ઉ.60 પોતાના ઘેર હતા ત્યારે તેમના પુત્રો સાથે બોલાચાલી થતી હોય આરોપી કિશન વિનુભાઈ કોળી દેવજીભાઈના ઘર પાસે ધોકો લઈને આવ્યો હતો અને ગાળો કેમ બોલો છો કહી ઝઘડો કરી દેવજીભાઈને લાકડાનો ધોકો ફટકારી દઈ સાહેદ ગીતાબેનને ધક્કો મારી પછાડી દઈ ફ્રેક્ચર જેવી ઇજા કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.